લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ​​​​​​અમદાવાદમાં ​લગ્નની સીઝનમાં ફૂલોના ભાવમાં વધારો જોવા મળ્યો

વસંતપંચમીના દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્ન પ્રસંગ યોજાઇ રહ્યા છે.ત્યારે ફૂલબજારમાં પણ લગ્નને લઈ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.જેમાં સામાન્ય દિવસોની સરખામણીએ ફૂલોના ભાવ વસંતપંચમી અને લગ્નની મોસમમાં ડબલ જોવા મળી રહ્યા છે.જેમાં વેપારીઓના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષ દરમિયાન ફૂલોના ભાવ સૌથી ઉંચા જોવા મળી રહ્યા છે.લગ્નની મોસમમાં ફૂલબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.