લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અમેરિકાએ યુક્રેનને એફ-16 વિમાનો આપવા લીલીઝંડી આપી

યુક્રેન અને રશિયાના યુધ્ધમાં અમેરિકાએ પરોક્ષ રીતે ઝંપલાવી દીધુ હોય તેવું લાગી રહ્યુ છે.ત્યારે અમેરિકા પોતાના અત્યાધુનિક અને ભારે ભરખમ હથિયારો પણ યુક્રેનને રશિયા સામે લડવા માટે પૂરા પાડવા માંડ્યુ છે.અમેરિકાએ યુક્રનને રશિયન મિસાઈલો અને વિમાનોના હુમલાથી બચવા માટે પેટ્રિયટ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ આપી હતી.ત્યારે આગામી સમયમાં અમેરિકા યુક્રેનને પોતાના અત્યંત શક્તિશાળી એફ-16 ફાઈટર જેટ્સ આપવા માટે લીલીઝંડી બતાવી દીધી છે.જેમા રાષ્ટ્રપતિ બાઈડને આ પ્રસ્તાવને સંમતિ આપ્યા બાદ ઈન્ટરનેશનલ ફાઈટર જેટ કો એલિએશન બનાવવામાં આવશે.જેમાં નાટો તેમજ બીજા પશ્ચિમી દેશો સામેલ થશે.યુક્રેનના વિદેશમંત્રીએ પણ એફ-16ની વાતને સમર્થન આપ્યુ છે અને આ માટે જો બાઈડનનો આભાર માન્યો છે.અમેરિકા અને સાથી દેશોનુ સંગઠન યુક્રેનના પાયલોટસને આ વિમાનો ઉડાડવા માટે તાલીમ પણ આપશે.