લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી ટી-20 વિશ્વકપ આઇ.પી.એલ 2021ની જેમ 6 શહેરમાં રમાશે

આઇ.સી.સી ટી-૨૦ ક્રિકેટ વિશ્વકપ વર્ષના ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાવાનો છે.ત્યારે આ ટૂર્નામેન્ટને લઈ બી.સી.સી.આઇ ટૂંકસમયમાં તૈયારીઓ શરૂ કરે તેવી સંભાવનાઓ છે.આમ આઇ.પી.એલ ટી-૨૦ લીગની ૧૪મી સિઝન માટે જે 6 સેન્ટરને પસંદ કરવામાં આવ્યા છે તે શહેરોમાં જ ટી-૨૦ વિશ્વકપની મેચોનું આયોજન કરવામાં આવશે.વર્તમાન સમયમાં કોરોનાના કારણે ઘણા ઓછા શહેરને ટી-૨૦ વિશ્વકપની યજમાની કરવાની તક મળશે.આમ ટી-૨૦ વિશ્વકપ માટે પસંદ કરાયેલા 6 સેન્ટરમાંથી ચેન્નઇ અને બેંગ્લોરને સેમિફાઇનલની યજમાની જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો રમાડવામાં આવે તેવી સંભાવના છે.વર્ષ ૨૦૧૬ના વિશ્વકપમાં દિલ્હી,મુંબઇ અને કોલકાતાને નોકઆઉટ મેચો મળી હોવાના કારણે આ વખતે તેમને દૂર રાખવામાં આવશે.