લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / કેરળમાં 190 વિદ્યાર્થીઓ અને 70 શિક્ષકોને કોરોના થતાં તંત્ર એલર્ટ

કેરળમાં બે સરકારી સ્કૂલોના ૧૯૦ વિદ્યાર્થીઓ અને ૭૦ શિક્ષકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે રાજ્યમાં કોરોનાની જે ગાઇડલાઇન જાહેર કરાઇ છે તેનો કડક રીતે અમલ કરવાના આદેશ અધિકારીઓને આપવામાં આવ્યા છે.જેમાં ફરજિયાત માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગનો સમાવેશ થાય છે.

આમ કોરોનાને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા હવે ઘટવા લાગી છે.ત્યારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે માત્ર ૮૪ લોકોના મોત નિપજ્યા હતા.જ્યારે છેલ્લા ૧૦ દિવસમાં દૈનિક મૃત્યુઆંક ૧૫૦થી પણ નીચે રહ્યો છે.ત્યારે બીજીતરફ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા હવે ઘટીને ૧,૪૮,૬૦૯ પર આવી ગઇ છે,જેને પગલે એક્ટિવ કેસો કુલ કેસોની સરખામણીએ માત્ર ૧.૩૭ ટકા રહ્યા છે.આમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૧,૮૩૧ નવા કેસો સામે આવ્યા છે.જેની સામે ૧૧,૯૦૪ લોકોને સાજા પણ કરી લેવાયા છે.આમ દેશના પાંચ રાજ્યો એવા છે કે જ્યાં કોરોનાના કુલ કેસોના ૮૧ ટકા કેસો છે.જ્યારે માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ એક્ટિવ કેસોની સરખામણીએ ૭૦ ટકા જેટલી છે.આમ દેશના ૩૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે એક્ટિવ કેસોની સંખ્યા પાંચ હજારથી પણ નીચે છે.

બીજીતરફ કોરોના મહામારી સામે લડવામાં કેન્દ્ર સરકારે જે કામગીરી કરી તેના વડાપ્રધાન મોદીએ સંસદમાં વખાણ કર્યા હતા.જેમાં મોદીએ દાવો કર્યો હતો કે ભારતમાં કરોડો લોકો કોરોનાનો ભોગ બનશે અને લાખો લોકોના મોત થશે, આ બધી જ ધારણાઓ ખોટી સાબિત થઇ છે કેમકે કેન્દ્ર સરકારે આક્રમક રીતે કોરોના સામેની લડાઇ લડી છે.આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું હતું કે હાલ દેશમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે તેનો અર્થ એમ નથી થતો કે આપણે સાવધાન ન રહીએ. તેમણે લોકોને સલાહ આપી હતી કે કોરોનાની રસી હોવાછતા આપણે માસ્ક જેવા જરૂરી પગલાઓ તો લેવા જ પડશે.બીજીતરફ જમ્મુમાં કોરોનાની ગાઇડલાઇન સાથે ધોરણ એક થી આઠના વર્ગો માટે સ્કૂલો ખોલી દેવામાં આવી છે.