લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે ફૂટસાલ ચેમ્પિયનશિપનું આયોજન કરાયુ

ગુજરાતમાં સતત ત્રીજા વર્ષે ફૂટસાલ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં આજથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ આગામી 31મી મે સુધી રમાશે જેમાં 13 ટીમો વચ્ચે મુકાબલા રમાતા જોવા મળશે.ત્યારે તેના અંતર્ગત વડોદરામાં આજ સવારે 9થી ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે.આ ટૂર્નામેન્ટ સમા સ્પોર્ટસ ઈનડોર હોલની વૂડન કોર્ટ ઉપર રમાઈ રહી છે.આ ટૂર્નામેન્ટમાં ગુજરાતની ટીમો ભાગ લેશે.જેમાં બોયઝની નવ અને ગર્લ્સની ચાર ટીમ રમશે.આમ આગામી સમયમા ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા નાના બાળકો માટે બેબી લીગ,સબ જુનિયર,જુનિયર અને સીનિયર લીગ સહિતની ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે.