ગુજરાત યુનિની સીન્ડીકેટની મળેલી મીટિંગમાં આગામી વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ.જે ૨૭૯.૩૯ કરોડનું તૈયાર થયુ છે.જેમાં ૨૬૭.૯૬ કરોડની આવક સામે ૧૧.૪૧ કરોડનો વધુ ખર્ચ આંકવામા આવતા ખાધ સાથેનું બજેટ છે.આમ આજની મીટિંગમાં બજેટને સર્વાનુમતે મંજૂર કરવા સાથે નવા બાંધકામો,રીનોવેશન તેમજ સેવાઓને લગત ૭થી વધુ કરોડોના ટેન્ડરોને મંજૂરી આપવામા આવી હતી.જ્યારે આગામી વર્ષ માટે નવા કામોમાં ડ્રોન ટેકનોલોજી સેન્ટર તથા હોસ્ટેલ બ્લોક્સ અને એક્ઝામ સેન્ટર સહિતના કામોને ગ્રાન્ટ યુટિલાઈઝેશન હેઠળ મંજૂરી આપવામા આવી હતી.
ગુજરાત યુનિના વર્ષ ૨૦૨૦-૨૧ના ૨૮૨ કરોડના બજેટ સામે આ વર્ષે ૨૦૨૧-૨૨નું ૨૭૯.૩૭ કરોડનું બજેટ તૈયાર થયુ છે.જેમાં પરીક્ષા ખર્ચમાં ગત વર્ષથી મોટો ઘટાડો થયો છે.પરંતુ કર્મચારીના મહેનતાણા સહિતના અન્ય ખર્ચમાં વધારો થતા ૧૧.૪૧ કરોડની વધુ જાવક છે.આમ આગામી વર્ષના બજેટમાં ૮.૧૦ કરોડની પરીક્ષા ફી આવક છે.જ્યારે કુલ ૨૧૧ કરોડની ગ્રાન્ટ દર્શાવાઈ છે.આમ એડમિશન કમિટીની આવકમાં કરોડની આવક દર્શાવાઈ છે તો પરચૂરણ આવક ૧૪ કરોડની છે જ્યારે કન્વેન્શન સેન્ટરની ૧૭ કરોડની આવક અંકાઈ છે.જેની સામે ખર્ચમાં કર્મચારી વર્ગ ખર્ચમાં ૧૩ કરોડનો ખર્ચ છે અને ૧૮.૮૬ કરોડનો ખર્ચ છે જે ગત વર્ષે ૨૫.૦૭ કરોડનો હતો.આમ યુનિ શિક્ષા સંશોધન પાછળ ૪૦.૩૨ કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.આમ આજની સીન્ડીકેટમાં ૨૦૨૧-૨૨નુ બજેટ અને વાર્ષિક અહેવાલ રજૂ થયા હતા હવે આગામી ૨૬મી પહેલા મળનારી છેલ્લી સેનેટ મીટિંગમાં બજેટ-અહેવાલ ફાઈનલ મંજૂરી માટે મુકાશે.
આમ સીન્ડીકેટમાં નવા ભવનોના બાંધકામો તથા હાલના ભવનોને તોડીને રીનોવેશન માટેના કામો અને ગાર્ડનિંગથી માંડી સિક્યુરિટી તેમજ કોમ્પ્યુટર સર્વિસ અને પરીક્ષા એજન્સી સહિતના વિવિધ ૭થી વધુ ખોલવામા આવેલા ટેન્ડરોને ફાઈનલ મંજૂરી આપી એલ-૧ ભાવની કંપનીઓને કામો મંજૂર કરવામા આવ્યા હતા.આમ કરોડો રૂપિયાના ૭ થી ૮ જેટલા ટેન્ડરો ઉપરાંત આગામી વર્ષ માટેના નવા કામોને પણ મંજૂરી આપવામા આવી હતી.જેમાં ગ્રાન્ટ યુટિલાઈઝેશન કમિટી દ્વારા કરાયેલી ભલામણોને આધારે યુનિ.કેમ્પસમાં ડ્રોન ટેકનોલોજી સેન્ટર,નવા હોસ્ટેલ બ્લોકસ,ઓનલાઈન એક્ઝામ સેન્ટર, હેરિટેજ પાર્ક,ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર,અંડરપાસ લિન્કેજ કેમ્પસ રોડ,વોટર સાયન્ટિફિક એક્સપીરિયન્સ સેન્ટર સહિતના નવા કામોને મંજૂરી માટે મુકવામા આવ્યા હતા.
આ ઉપરાંત કેટલાક કર્મચારીઓને કાયમી કરાયા હતા અને નવી નિમણૂંકો મંજૂર કરાઈ હતી.વધારાના કામ કે ચાર્જ પરના અધિકારીઓ માટેના મહેનતાણાને લઈને ચાલતા વિવાદ અંતર્ગત ત્રણ અધિકારીઓના ૧૦-૧૦ હજારના એલાઉન્સ નક્કી કરવામા આવ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved