લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / જુનના પ્રથમ સપ્તાહમા કપાસનું વાવેતર ૩૦ ટકાએ સુધી પહોંચવા અંદાજ કરાયો

રાજ્યમા વ્યાપક ગરમીના દોર પછી મોસમ પલ્ટામા ભારે પવન ફૂંકાવાની સાથે પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો કામે વળગી ગયાં છે.જેમા વરસાદના પગલે જમીનમાં ભેજ થવાથી કપાસના વાવેતર માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે.ત્યારે આગોતરા વરસાદથી ધરતી પર જુન મહિનાના પ્રથમ સપ્તાહના અંત સુધીમાં જિલ્લામાં કપાસનું વાવેતર ૩૦ ટકા સુધી પહોંચી શકે છે.ગાંધીનગર જિલ્લામાં ખરીફ મોસમમાં કરવામાં આવતા વિવિધ પાકના વાવેતરમાં કપાસનું વાવેતર પણ નોંધનીય કરવામાં આવે છે.ત્યારે ગત વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાના કારણે જિલ્લાના કુલ વાવેતર વિસ્તારમાં 3 વર્ષની સરેરાશ કરતા વધુ વાવેતર જગતના તાત દ્વારા કરવામાં આવ્યુ હતુ.આમ વરસાદથી ખેતરોની જમીનમાં ભેજ આવવાના કારણે પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો દ્વારા કપાસની વાવણી કરી દેવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.જેના પરિણામે આ વર્ષે કપાસનું વાવેતર વ્યાપક થાય તો નવાઇ રહેશે નહી.