દિલ્હી-એનસીઆરમાં સવારથી ફરી એકવખત વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે રસ્તાઓ પર ગાડીઓની ઝડપ ધીમી પડી ગઈ છે અને ગાડીઓની લાઈટો ચાલુ છે.આ સિવાય હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપ્યું છે.આમ વરસાદના કારણે દિલ્હીના એઈમ્સ ફ્લાયઓવર,હયાત હોટેલ પાસે રિંગ રોડ પર,સાવિત્રી ફ્લાઈઓવરની બંને બાજુ,મહારાની બાગ,ધૌલા કૂવાથી 11 મૂર્તિના રસ્તે,શાહજહાં રોડ,આઈટીઓના ડબ્લ્યુ પોઈન્ટ,લાલાલજપતરાય માર્ગ અને મૂળચંદ અંડરપાસ પાસે પાણી ભરાવાથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ દિલ્હી એનસીઆર,ગુરૂગ્રામ,માનેસર,ફરીદાબાદ,વલ્લભગઢ,તોશામ,ભિવાની,ઝજ્જર,નારનૌલ,મહેન્દ્રગઢ,કોસલીના અલગ-અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે.આ સિવાય મેરઠમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે.ઉપરાંત યુપીના અનેક વિસ્તારોમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.ગુવાહાટીમાંથી બ્રહ્મપુત્ર નદી જોખમના નિશાનની ઉપર વહી રહી છે.મહારાષ્ટ્રમાં વરસાદે પાછલા અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.જેમા જલગાંવના 40 ગામોમાંથી પસાર થતી તિતૂર નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાતા આજુબાજુના વિસ્તારોમાં તેની અસર વર્તાઈ છે.
ટૉપ ન્યૂઝ ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved