લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / નીટ-પીજી પરીક્ષા ફરી એકવાર મોકુફ રાખવામા આવી

દેશમાં કોરોનાના કારણે શિક્ષણક્ષેત્રને સૌથી વધુ સહન કરવું પડયું છે.ત્યારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ફરી એકવાર મેડીકલ પોસ્ટ ગ્રેજયુએશન માટેની પરીક્ષા નીટ-પીજી 2022 મોકુફ રાખી છે.જે પરીક્ષા આગામી 12-3ના રોજ યોજાવાની હતી.પરંતુ હવે તેની નવી તારીખ આગામી 6 થી 8 સપ્તાહ બાદ જાહેર કરવામાં આવશે.આમ લાંબાસમયથી પીજી મેડીકલ એન્ટરસ પરીક્ષા અંગે વિવાદ ચાલતો હતો.ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે એક યાદીમાં જાહેર કર્યુ છે કે આ પરીક્ષા વર્તમાનમાં મોકુફ રખાઈ છે.આ અગાઉ સુપ્રીમ કોર્ટે 7 જાન્યુના રોજ નીટના અખિલ ભારતીય કવોટામાં 27 ટકા ઓબીસી અને 10 ટકા આર્થિક અનામતને મંજુરી આપી હતી.ત્યારથી કાઉન્સીલીંગ પ્રક્રિયા શરૂ થઈ હતી.ત્યારે હવે તેને બ્રેક લાગી જશે.