લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / પાલનપુરમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન યોજાયુ

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ ફેટલ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવાના હેતુથી અને બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન થાય અને માનવીય જિંદગી બચાવવાના હેતુથી આપેલ અવારનવાર સૂચનાઓનુ અમલીકરણ કરવા અંગે ગામીતી વિભાગીય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર રબારી જિલ્લા ટ્રાફિક,પોલીસ ઈન્સ્પેક્ટર ગોહિલ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ તેમજ એમ.એમ કુરેશી પાલનપુર શહેર ટ્રાફિકનાઓની ખંતપૂર્વકની જહેમતથી એરોમા સર્કલ પાલનપુર ખાતે હેલ્મેટ પહેરવા અંગે પોલીસ,ટીઆરબી જવાનોથી શરૂ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના હેતુથી દાતાઓ નાનદિશભાઈ સારથી ઓટો શો રૂમ,ભરતભાઈ બેચરભાઈ પટેલ બાલારામ ગ્રુપ તેમજ અમૃતભાઈ પટેલ બજાજ શોરૂમ પાલનપુરના સહયોગથી ટીઆરબી જવાનોને એસ.પી તેમજ અધિકારીઓ દાતાઓની ઉપસ્થિતિમાં તેઓના હસ્તે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.