સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સૂચકાંકમાં ભારત એક જ વર્ષમાં બે ક્રમ પાછળ ધકેલાયું છે.આમ સંયુક્ત રાષ્ટ્ર સંઘના 193 સભ્ય દેશોએ વર્ષ 2015માં,વર્ષ 2030ના એજન્ડાના ભાગરૂપે અપનાવેલા 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસ ઉદ્દેશ્યો)ના રેન્કિંગમાં ભારત ગત વર્ષે 115માં ક્રમે હતું.જે નવા રેન્કિંગમાં બે ક્રમ પાછળ રહી 117મું સ્થાન મેળવ્યું છે.આમ આ રેન્કિંગમાં ભારત કરતાં ભૂટાન,નેપાળ, શ્રીલંકા તેમજ બાંગ્લાદેશ જેવા દેશો આગળ છે.આમ ભારતના પર્યાવરણના રિપોર્ટ 2021માં આ અંગેનો ખુલાસો કરવામાં આવ્યો છે.જે પ્રમાણે દેશમાં ભૂખમરો ખતમ કરવા અને ખાદ્ય સલામતી હાંસલ કરવા ઉપરાંત લૈંગિક સમાનતા પ્રાપ્ત કરવા,માખળાગત સુવિધાઓના નિર્માણ કરવા,સતત સમાવેશી ઔદ્યોગિકીકરણ,ઉત્તેજન આપવા તેમજ પ્રોત્સાહન આપવા જેવા પડકારોને કારણે ભારતને આ સૂચકાંકમાં મોટો ફટકો પડયો છે.આમ આ રિપોર્ટ મુજબ ભારતનો ઓવરઓલ એસ.ડી.જી સ્કોર 100માંથી 61.9નો છે.
આ સિવાય દેશમાં રાજ્યવાર દર્શાવાતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઝારખંડ અને બિહાર વર્ષ 2030 સુધી એસ.ડી.જીને પૂર્ણ કરવા માટેની તૈયારીમાં સૌથી પાછળ છે.જેમાં ઝારખંડ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાંથી 5માં પાછળ છે,જ્યારે બિહાર 17માથી 7માં પાછળ છે. આ સિવાય કેરળ,હિમાચલ પ્રદેશ અને ચંદીગઢ એસ.ડી.જી હાંસલ કરવા આગળ વધી રહેલા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ છે.
આમ વાતાવરણીય પ્રદર્શન ઈન્ડેક્ષની રીતે ભારત 180 દેશોમાંથી 168માં ક્રમે છે.આ ઈન્ડેક્ષ નક્કી કરવા માટે વાતાવરણની સ્થિતિ,તાપમાન, વાયુ પ્રદુષણ,સેનિટેશન અને પીવાનું પાણી,ઈકો સિસ્ટમ સેવાઓ અને બાયોડાઈવર્સિટી જેવા માપદંડોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved