Error: Server configuration issue
પહાડી વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાથી મેદાની વિસ્તારોમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. બરફ વર્ષાના કારણે હિમાચલ પ્રદેશમાં 238 રસ્તા પર અવરજવર પ્રભાવિત થઈ છે.જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી છે.વીજળીના થાંભલાઓ તુટી ગયા બાદ ઘણા જિલ્લાઓમાં વીજપૂરવઠો ખોરવાઇ ગયો છે.ત્યારે આવનારા બે દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ અને બરફ પડવાની આગાહી કરવામાં આવી છે. આમ 4 અને 5 જાન્યુઆરીએ થયેલી બરફવર્ષાના કારણે લદ્દાખ જવા માટેનો અટલ ટનલ રસ્તો બંધ થયો હતો અને 90 પર્યટકો લદ્દાખ વિસ્તારમાં ફસાયા હતા.જેમને મનાલી પહોંચાડી દેવામાં આવ્યા છે. આ સિવાય જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદના કારણે જમ્મુ કાશ્મીર વચ્ચેનો હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ થતા 3000 વાહનો ફસાયા હતા.જેમાંથી 1000 વાહનોને હટાવાયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved