લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / 10 માર્ચે અમદાવાદના નવા મેયર,ડેપ્યુટી મેયરની જાહેરાત થશે,જેમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની પ્રથમ બેઠક મળશે

તાજેતરમાં રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો વિજય થયો હતો.ત્યારે કોર્પોરેશનના ચૂંટાયેલા 48 વોર્ડના 192 કાઉન્સિલરોની પ્રથમ બેઠક 10 માર્ચે બોલાવી છે.જેની પ્રથમ બેઠક પાલડી ટાગોર હોલ ખાતે યોજવામાં આવશે.આ દરમિયાન મેયર,ડેપ્યુટી મેયર,સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારની હાજરીમાં કરવામાં આવશે.