લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / ઝારખંડમા વિજળી પડવાથી 12 લોકોના મોત થયા

ઝારખંડના વિભિન્ન વિસ્તારોમાં વિજળી પડવાથી બે દિવસ દરમિયાન 12 લોકોના મોત થયા છે.જેમા રાજ્યના ધનબાદ જિલ્લાના બરવદ્દા વિસ્તારમાં વિજળી પડવાથી એક મહિલા અને તેમની પુત્રીનું મોત નીપજ્યુ હતું.આ સિવાય જમશેદપુરના બાહરાગોરા વિસ્તાર અને ગુમ લા જિલ્લાના ચિરોદિહ વિસ્તારમા વિજળી પડવાથી બે લોકોના મોત થયા હતા.ત્યારે ઝારખંડ સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયા વળતર આપવાનું એલાન કર્યુ છે.છેલ્લા બે દિવસથી ઝારખંડમાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદ પડી રહ્યો છે.જેના કાર ણે અમુક સ્થળોએ વૃક્ષ અને વિજળીના થાંભલા ઉખડી ગયા છે.ત્યારે જમશેદપુરમાં 79 એમએમ વરસાદ,બોકારોમાં 52,રાંચીમાં 5.9 એમ એમ વરસાદ થયો હતો.