લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / 12 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોને કોરોના વેક્સિન મળશે

કોરોના વાયરસની વેક્સિન બનાવનારી અમેરિકી કંપની ફાઈઝરે 12 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકો પર પોતાની કોરોના વેક્સિનનું ટ્રાયલ શરૂ કરી દીધું છે.જેમાં પ્રથમ તબક્કામાં ગણતરીના બાળકોને જ વેક્સિનના અલગ-અલગ ડોઝ આપવામાં આવશે. આ માટે ફાઇઝરે વિશ્વના 4 દેશોના 4,500 કરતા વધુ બાળકોની પસંદગી કરી છે.જે દેશોમાં બાળકો પર ફાઈઝરની વેક્સિનની ટ્રાયલ થવાની છે.તેમાં અમેરિકા,ફિનલેન્ડ,પોલેન્ડ અને સ્પેનનો સમાવેશ થાય છે.આમ પરીક્ષણના પ્રથમ તબક્કામાં વેક્સિનના નાના ડોઝની પસંદગી કર્યા બાદ 12 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોના જૂથ પર કોવિડ-19 વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે.ફાઈઝરની કોવિડ વેક્સિનને પહેલેથી જ અમેરિકા અને યુરોપિય સંઘમાં 12 વર્ષ કરતા વધારે ઉંમરના બાળકોને આપવા મંજૂરી અપાઈ ચુકી છે.ત્યારે આ મંજૂરી ઈમરજન્સી ઉપયોગ માટે જ આપવામાં આવી છે.આમ ફાઈઝરે કોરોનાની આ વેક્સિન પોતાના જર્મન પાર્ટનર બાયોએનટેક સાથે મળીને બનાવી હતી.