લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / 15 જૂનથી દરેક પ્રકારની જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત બનશે

સોનાની ખરીદીમાં ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડએ 15 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે.ત્યારે કોઈપણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં.આમ કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો.પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડુ થયું હતું.આમ આ નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ.1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે.આ સિવાય આ નિયમ મુજબ 14 કેરેટ,18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટીવાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે.