લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્રમા માર્ગ અકસ્માતની ઘટનાઓમાં 16 લોકોનાં મોત થયા

મહારાષ્ટ્રના બુલઢાણા,અમરાવતી,નંદુરબાર અને નાશિકમાં છેલ્લા 24 કલાકમાં જુદા-જુદા અકસ્માતમાં 16 લોકોના મોત થયા છે,જ્યારે આશરે ૩૩ લોકોને ઈજા થઈ હતી. બુલઢાણામાં એસટી બસ અને ટ્રકની અથડામણમાં 4 પ્રવાસી સહિત 6 લોકોના મૃત્યુ થયા હતા.જ્યારે અમરાવતીમાં લગ્નમાં હાજરી આપીને પાછા આવી રહેલા પરિવાર ની ગાડીને ટ્રકે ટક્કર મારતા 5ના મોત થયા હતા.આ સિવાય નંદુરબારમા પિકઅપ ગાડી પલટી ખાઈને ખીણમાં પડી જતા 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.આ સિવાય નાશિકમાં ટેમ્પો અને કન્ટેનર અથડાતા માતા,પુત્રીના મોત થયા હતા.જેમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ પુણેથી બુલઢાણાના મહેકર તરફ જઈ રહી હતી.ત્યારે બસ અને ટ્રક ટકરાતા ચાર પ્રવાસી અને બંને વાહનના ડ્રાઈવરનું મોત થયુ હતું.જે બસમાં અંદાજે ૩૩ પ્રવાસી હતા.જેમા 22 પ્રવાસીઓ જખમી થયા હતા ત્યારે તમામ ઈજાગ્રસ્તોને સિંદખેડ રાજા અને જાલનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.