લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સુરતમા ભારે પવનથી 60 ઝાડ પડી ગયા

સુરત શહેરના વાતાવરણમાં ગતરાત્રિએ પલટો આવ્યો હતો.જેમા ભારે પવનના કારણે મીની વાવાઝોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.જેના પગલે સુરત શહેરમા 60 જેટલા ઝાડ પડી ગયા હતા.જ્યાં રાત્રિથી લઈને સવાર સુધી ફાયર વિભાગ દોડતુ રહ્યું હતુ.આમ શહેરમા મીની વાવાઝોડાના કારણે ઠેકઠેકાણે ઝાડ પડવાના તેમજ મકાનોના પતરા ઉડવાના બનાવો બન્યા હતા.ત્યારે રાંદેર અને કતારગામ ઝોનમાં બનાવ વધુ બન્યા હતા.જેમા ગતરાત્રિથી સવાર સુધીમાં ફાયરબ્રિગેડને 60 જેટલા કોલ મળ્યા હતા જેના લીધે ટીમે ઘટનાસ્થળે પહોંચી રસ્તા પર પડેલા ઝાડ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.જેમા અનેક વાહનોને પણ નુકસાન થયું હતું.