લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ગાંધીનગર જિલ્લાનું ધો.12 સામાન્ય પ્રવાહનું 74.60 ટકા પરિણામ જાહેર થયુ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે ગાંધીનગર જિલ્લાનું 74.60 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.જીલ્લામાં 14,641 વિધાર્થીઓમાંથી 14,581 વિદ્યાર્થીઓએ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.જેમા એ 1 ગ્રેડ 27 વિધાર્થીઓએ હાંસલ કર્યો છે.આમ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે 13.24 ટકા પરિણામ ઓછું આવ્યું છે.જેમા એ 2 ગ્રેડ 456,બી 1 ગ્રેડ 1580,બી 2 ગ્રેડ 2520,સી 1 ગ્રેડ 3327, સી 2 ગ્રેડ 2658,ડી ગ્રેડ 404 તેમજ ઇ 1 ગ્રેડ 5 વિદ્યાર્થીઓએ હાંસલ કર્યો છે.