મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર સવારે રસ્તાના ડિવાઇડર સાથે કારની અથડામણ બાદ આગ લાગતા 3 પ્રવાસીઓ મોતને ભેટયા હતા.એમા કારમા સળગતા 2 લોકો મૃત્યુ પામ્યા હતા.જે કાર નાગપુર થી શિર્ડી તરફ જઇ રહી હતી.પરંતુ બુલઢાણાના દેઉળગામ પાસે સવારે 5 થી 5:30 વાગ્યા દરમિયાન કારના ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું.જેમા 3 લોકો પ્રવાસ કરી રહ્યા હતા.જેમા કાર ડિવાઇડર સાથે ટકરાતા એક વ્યક્તિ બહાર રસ્તા પર ફેંકાઇ ગયો હતો.ત્યારબાદ કારમાં આગ ભભૂકી હતી.જેનાથી કારમાંથી બે પ્રવાસી બહાર નીકળી શક્યા નહોતા.ત્યારે આગમા ગંભીરપણે દાઝી જતા તેમના ઘટનાસ્થળે જ મોત થયા હતા.જ્યારે કારની બહાર ફેંકાઇ ગયેલી ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.પરંતુ તેણે પણ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.આગથી કારને ભારે નુકસાન થયું હતું.ત્યારે ફાયરબ્રિગેડની મદદથી આગ બુઝાવવામાં આવી હતી.આમ ડિસેમ્બર 2022થી આ વર્ષમા એપ્રિલના અંત સુધીમાં મુંબઇ- નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અકસ્માતોમાં 39 લોકોના મોત જ્યારે 143 લોકો ઘાયલ થયા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved