લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / આગામી સમયમા દેવિકા રાણી પર ફિલ્મ બનશે

બોલીવૂડની ફિલ્મસર્જક અશ્વિની ઐયર ભારતીય સિનેમાની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાવાયેલી દેવિકા રાણી અને બોમ્બે ટોકીઝના ફાઉન્ડર હિંમાશુ રાય પર ફિલ્મ બનાવી રહી છે.આમ થોડાસમય પહેલા રીલીઝ થયેલી વેબસીરીઝ જ્યુબિલીમાં પણ દેવિકા રાણી અને હિમાંશુ રોય પર આધારિત પાત્રો છે.આ સીરીઝમાં દેવિકા રાણી તરીકે અદિતી રાવ હૈદરીની ભૂમિકાની બહુ પ્રશંસા થઈ છે.આથી અશ્વિની માટે ફિલ્મમાં યોગ્ય હિરોઈનની પસંદગી બહુ મોટો પડકાર બન્યો છે.આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે.પરંતુ તેમાં કલાકારોની પસંદગી વિશે હજુ કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.અશ્વિની ઐયર તિવારી આ અગાઉ નીલ બટ્ટા સન્નાટા,બરેલી કી બર્ફી તથા પંગા જેવી વિવેચકોએ વખાણેલી ફિલ્મો બનાવી ચુકી છે.દેવિકા રાણી અને હિમાંશુ રાયે ઇસ.1934માં બોમ્બે ટોકીઝની સ્થાપના કરી હતી.જે ભારતો પ્રથમ વ્યવસાયિક સ્ટુડિયો હતો.