લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / વિશ્વના ધનિકોની સંપત્તિમાં મોટું ગાબડુ જોવા મળ્યુ

વિશ્વના અબજોપતિઓની સંપત્તિમા સુનામી જોવા મળી રહી છે.જેમા બર્નાર્ડ અર્નોલ્ટથી લઈ જેફ બેઝોસ સુધી અને બિલ ગેટ્સથી લઈ વોરન બફેટ સુધીના તમામ ધનિકોએ છેલ્લા 24 કલાકમાં તેમની સંપત્તિનો મોટો હિસ્સો ગુમાવ્યો છે.જેમા એમેઝોનના જેફ બેઝોસને સૌથી વધુ નુકસાન થયું છે,જ્યારે બર્નાર્ડ આર્નોલ્ટ સંપત્તિના નુકસાનની બાબતમાં બીજા ક્રમે છે.આમ તમામ ધનિકની નેટવર્થમાં ઝડપથી ઘટાડો થયો છે.ત્યારે તેમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં વધારો થયો છે.જેમાં જેફ બેઝોસની સંપત્તિને રૂ.1,63,909 કરોડનો ઘટાડો થયો છે.જ્યારે બર્નાર્ડ અર્નોલ્ટને રૂ.92,000 કરોડનુ નુકસાન થયું છે.