લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / વડાપ્રધાન અને નેપાળના વડાપ્રધાન વચ્ચે બેઠક યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડ વચ્ચે આજે બેઠક યોજાશે.આ બેઠકમાં બંને દેશો વચ્ચે ઊર્જા,કનેક્ટિવિટી અને વેપારના ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ સિવાય બંને દેશો વચ્ચે અનેક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.પીએમ મોદી સાથે વાતચીત બાદ અનેક સમજૂતીઓ થવાની સંભાવના છે.આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પ્રચંડને અલગથી મળ્યા હતા અને ભારત-નેપાળ સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી.આ બેઠકમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રા પણ હાજર રહ્યા હતા.કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓવાદીના નેતા પ્રચંડ દ્વિપક્ષીય વાટાઘાટો બાદ ઈન્દોર જવા રવાના થશે.આ સાથે તેમની પુત્રી ગંગા અને પ્રતિનિધિમંડળના સભ્યો સાથે તેઓ મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન જશે.ત્યાથી પરત ફર્યા બાદ ઈન્દોરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટની સાથે ટી.સી.એસ અને ઈન્ફોસિસના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની મુલાકાત લેશે. નેપાળના વડાપ્રધાન પ્રચંડ શનિવારના રોજ નેપાળ જવા રવાના થશે.