લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / ભારત-નેપાળ વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ કરવામાં આવી

ભારતની મુલાકાતે આવેલા નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે ભારતના વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી છે.ત્યારે બંને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત-નેપાળ વચ્ચે મહત્વના સમજુતી કરારો થયા છે.આ સિવાય રેલવે અને તેલ પાઈપલાઈન જેવા પ્રોજેક્ટોનો પાયો નખાયો છે.ભારત-નેપાળ વચ્ચે આ નવી ટ્રેન સેવા શરૂ થઈ છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારના બથનાહા થી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે.જે કાર્ગો ટ્રેનનું સંચાલન બિહારથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધી થશે.