લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દિલ્હીમા વડાપ્રધાનના નેતૃત્વમાં નીતિ આયોગની બેઠક યોજાઇ

નવી દિલ્હીના પ્રગતિ મેદાનના નવા કન્વેન્શન સેન્ટરમાં નીતિ આયોગની 8મી બેઠક ચાલી રહી છે.જેની અધ્યક્ષતા પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે.ત્યારે આ નીતિ આયોગની બેઠકમાં 8 રાજયોના મુખ્યમંત્રીઓ ગેરહાજર રહ્યા હતા.આ બેઠક દરમિયાન 8 મુખ્ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે.જેમાં પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી, બિહારના નીતિશકુમાર,તેલંગાણાના કે.ચંદ્રશેખર રાવ,તામિલનાડુના એમ.કે સ્ટાલિન,રાજસ્થાનના અશોક ગેહલોત,કેરળના પિનરાઈ વિજયનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને પંજાબના ભગવંત માને આ બેઠકનો બહિષ્કાર કર્યો છે.આ બેઠકમા પીએમ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વાસ્થ્ય,કૌશલ્ય વિકાસ,મહિલા સશક્તિકરણ અને માળખાગત વિકાસ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી છે.