પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી હુમલામાં 6 સુરક્ષા જવાનો શહીદ થયા છે.જેમાં આતંકવાદીઓએ હંગેરિયનની માલિકીની તેલ અને ગેસ કંપની પર હુમલો કર્યો હતો.ત્યારબાદ થયેલી અથડામણમાં 6 સુરક્ષાકર્મીઓના મોત થઈ ગયા છે.પોલીસના જણાવ્યા પ્રમાણે લગભગ 50 લડાકુઓએ મધ્યરાત્રિના સુમારે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હંગુ જિલ્લામાં બુડાપેસ્ટ-મુખ્યાલય એમ.ઓ.એલ જૂથની માલિકીની સાઈટ પર હુમલો કર્યો હતો.જેમાં હુમલાખોરો હળવા અને ભારે હથિયારોથી સજ્જ હતા.તેઓએ મોર્ટાર શેલ છોડ્યા હતા જેમાં મુખ્ય દ્વાર પર તૈનાત 6 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.જે મૃતકોમાં 4 જવાનો પાકિસ્તાન અર્ધલશ્કરી પોલીસ સહાયક દળના હતા.જ્યારે બીજા બે ફર્મ માટે કામ કરનારા બે પાકિસ્તાની ખાનગી સુરક્ષા ગાર્ડ સામેલ હતા.તેમણે જણાવ્યુ હતુ કે ગોળીબાર લગભગ 1 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો.પોલીસના જવાનોએ મોર્ચો સંભાળતા આતંકવાદીઓને ભાગવા મજબૂર કર્યા હતા.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved