લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અબુધાબીમાં અક્ષયકુમારે બી.એ.પી.એસ મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત કરી

બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અબુધાબીમાં નિર્માણ પામી રહેલા બી.એ.પી.એસ સ્વામીનારાયણ મંદિરે પહોંચ્યા હતા.જ્યાં તેમની સાથે વાસુ ભગનાની પણ ઉપસ્થિત હતા.અક્ષયકુમારે મંદિરના નિર્માણ સ્થળની મુલાકાત લીધી અને શ્રમિકો તેમજ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.આ મંદિરની કલ્પના ઇસ.1997માં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સંવાદિતા અને શાંતિની પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી.આ મંદિર ફેબ્રુઆરી 2024માં ખુલવાનું છે.ત્યારે અક્ષય કુમારનું સ્વાગત બી.એ.પી.એસ હિન્દુ મંદિરના વડા સ્વામી બ્રહ્મવિહારીદાસે કર્યું હતું.