લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેતા અજય દેવગન હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે

બોલીવુડ અભિનેતા અજય દેવગનની ફિલ્મ ભોલા થિયેટરમાં રિલીઝ થતાં તેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.ત્યારે તેઓ ફરીએકવાર હોરર-થ્રિલર જૌનરની ફિલ્મમાં વાપસી કરવા તૈયાર જોવા મળી રહ્યા છે.જેના માટે તેમણે ડાયરેક્ટર સાથે હાથ મિલાવ્યો છે.આ ફિલ્મનું નામ હજુ ફાઈનલ થયુ નથી.અજય દેવગને ઉર્મિલા માતોંડકરની સાથે ફિલ્મ ભૂતમાં કામ કર્યુ હતુ.જે હિટ રહી હતી.જે બાદ અજય દેવગને ફિલ્મ કાલ કરી જે વર્ષ 2005માં રિલીઝ થઈ હતી આ ફિલ્મ પણ સુપર નેચરલ થ્રિલર હતી.ત્યારે તેઓ ફરીએકવાર 18 વર્ષ બાદ હોરર-થ્રિલર ફિલ્મ દ્વારા દર્શકોને ડરાવતા જોવા મળશે.આ ફિલ્મ માટે નિર્દેશક વિકાલ બહલ સાથે પણ હાથ મિલાવ્યા છે.