લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અભિનેતા ગોવિંદાની પત્ની મહાકાલના દર્શને પહોંચી

જ્યોતિર્લિંગ મહાકાલ મંદિરમાં ફિલ્મ અભિનેતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા બેગ લઈ ગર્ભગૃહમાં ભગવાન મહાકાલના દર્શન કરવા પહોંચી હતી.જ્યારે મંદિરના નિયમ મુજબ ગર્ભગૃહમાં બેગ,થેલો,પોલિથીન સહિતની વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે.ત્યારે આ બાબતે મંદિર વહીવટીતંત્રએ પંડિત રમણ ત્રિવેદી અને ગર્ભગૃહ નિરિક્ષક શુભમને નોટિસ પાઠવી હતી.આ સિવાય બે ખાનગી સુરક્ષા કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે.જ્યારે નિયમોનુ પાલન કરવા મંદિર સમિતિએ ગર્ભગૃહ અને નંદી હોલ નિરીક્ષકની નિમણૂક કરી છે.ફિલ્મ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતા આહુજા બેગ લઈને ન માત્ર ગર્ભગૃહમાં પહોંચી હતી.પરંતુ પૂજા દરમિયાન તે પોતાના ખભા પર બેગ લટકાવીને ઊભી રહી હતી.પંડિત રમણ ત્રિવેદીએ તેમને પૂજન કરાવ્યુ હતુ.સુનિતા આહુજા મંદિરમાં આવી ત્યારથી લઈને ગર્ભગૃહમાં પૂજા કરવા સુધી કોઈપણ ગાર્ડ કે કર્મચારીએ તેમને નિયમોની જાણકારી આપી નહોતી.