લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / અદાણી ગ્રુપમાં રોકાણ કરનાર ૩ વિદેશી ફંડોના એકાઉન્ટ પર પ્રતિબંધ

નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ફંડોના એકાઉન્ટર પર પ્રતિબંધ મૂકી દીધો છે.જેમાં આ ફંડોએ અદાણી ગ્રૂપની કંપનીઓમાં રૂ.૪૩,૫૦૦કરોડનું રોકાણ કર્યું છે.તેના લીધે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં મોટું ગાબડું પડ્યું છે.ત્યારે ડિપોઝિટરીની વેબસાઇટના મતે આ એકાઉન્ટ ૩૧મી મે કે તે પહેલાં ફ્રીજ કરી દેવાયા છે.ત્યારબાદ અદાણી એન્ટરપ્રાઇઝનો શેર ૧૫ ટકા,અદાણી પોર્ટસ એન્ડ ઇકોનોમિક ઝોન ૧૪ ટકા,અદાણી પાવર ૫ ટકા,અદાણી ટ્રાન્સમિશન ૫ ટકા,અદાણી ગ્રીન એનર્જી ૫ ટકા,અદાણી ટોટલ ૫ ટકા તૂટ્યો છે.