સ્વ.સંગીતકાર આદેશ શ્રીવાસ્તવ અને અભિનેત્રી વિજયતા પંડિતનો પુત્ર અવિતેશ આદેશ બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે. અવિતેશની પ્રથમ ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડેની ઘોષણા થઇ ગઇ છે.અવિતેશના બોલીવૂડના ડેબ્યુની જાણકારી અભિનેતા અમિતાભ બચ્ચને ફિલ્મના ફર્સ્ટ લુકને શેર કરીને આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે અવિતેશ તમારા પિતા આદેશે સુંદર સંગીતની રચનાઓ કરી હતી. ત્યારે મને આશા છે કે તું એના વારસાને વધુ ઊંચાઇ પર લઇ જઇશ. તારા લોન્ચ માટે તને મારી શુભેચ્છા. ફિલ્મ સિર્ફ એક ફ્રાઇડેમાં નવયુવાની વાર્તા છે જે પૈસા,લકઝરિયર્સ કાર,પાર્ટીઓ અને મિત્રો સાથે મોજમજાની જિંદગી જીવતો હોય છે.પરંતુ તેના જીવનમાં એવી ઘટનાઓ ઘટે છે જેના પછી તે એક સફળ અભિનેતા બનીને પોતાની બીમાર માતાના અધૂરા શમણાં પુરા કરવાનો નિર્ણય લે છે.જે માટે તેને કઠિન અનુભવોમાંથી પસાર થવું પડે છે,જે તેને સાચી ભાવનાઓનો અહેસાસ કરાવે છે.જે ફિલ્મમાં મહેશ માંજરેકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved