લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / અફઘાનિસ્તાનમાં ભૂકંપનો તીવ્ર આંચકો આવતા 26ના મોત

અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંતમાં આવેલા ભૂંકપથી 26 લોકોના મોત નિપજયા હતા અને કાચા-પાકા મકાનો તથા ઈમા૨તોને વ્યાપક નુકશાન થયુ હતું. જેમાં અમેરિકી જીઓલોજી સેન્ટ૨ના રીપોર્ટ મુજબ અફઘાનિસ્તાનના પશ્ચિમ પ્રાંતમાં 5.3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.આ સિવાય ક્વેદીશ જીલ્લામાં મકાનની છત ધરાશાઇ થતા દુર્ઘટના થઈ હતી. આ સિવાય મુક૨ જીલ્લામાં પણ જાનમાલની નુકશાનીના પ્રાથમિક અહેવાલ છે. ક્વેદીશ જીલ્લા કાયમી દુષ્કાળગ્રસ્ત છે તેવા સમયે ભૂકંપથી લોકોની પરેશાનીમાં વધારો થયો છે.