લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 1 લી એપ્રિલથી વીજળી મોંઘી થવાની સંભાવનાઓ જોવા મળી

મુંબઈ સહિત મહારાષ્ટ્રના વીજગ્રાહકો પર આગામી 1 એપ્રિલથી અમલમાં આવે તે રીતે વીજદરોમાં વધારો તોળાઈ રહ્યો છે.જેમાં વીજકંપનીઓ વીજદર વધારાની મંજૂરી માગતી દરખાસ્તો મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ રજૂ કરી છે.ત્યારે આ અંગે આગામી સમયમાં નિર્ણય આવી શકે તેમ છે.જે બાબતે અનેક નાગરિક સંગઠનો,ઉદ્યોગ વેપાર જગતના એસોસિએશનો,ચેમ્બર ઓફ કોમર્સ સહિતના આગેવાનોએ આ પ્રસ્તાવિત વીજદરના વધારા સામે વિરોધ નોંધાવ્યો છે.આમ મુંબઈના અનેક ભાગો ઉપરાંત મહારાષ્ટ્રમાં વીજ વિતરણ કરતી સરકારી કંપની મહાવિતરણ દ્વારા વીજદરોમાં આશરે 10 થી 20 ટકાનો ભાવવધારો માગવામાં આવ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે.જેમા ગ્રાહક સંગઠનોના જણાવ્યા અનુસાર વીજદર વધારામાં નવી દરખાસ્તોથી યુનિટ દીઠ રૂ.2.50નો બોજ વધે તેમ છે.