લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / પોસ્ટમાં 1 એપ્રિલથી વધારાના નાણાકીય વ્યવહારો પરના નિયમો બદલાશે

ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક આગામી 1 એપ્રિલથી રોકડ ઉપાડ અને જમા કરવાના નિયમ બદલવા જઈ રહી છે.ત્યારે આ દિવસથી નકકી લીમીટથી વધુ વખત નાણાકીય વ્યવહારો કરવા પર ગ્રાહકોએ વધારાનો ચાર્જ ચુકવવો પડશે.આમ આઈ.પી.પી.બીના નવા નિયમ મુજબ બેઝીક સેવીંગ્સ ખાતામાંથી એક માસમાં ચાર વખત કેશ ઉપાડવાનું ફ્રી હશે.પરંતુ આ બાદના ઉપાડ પર રકમના 0.50 ટકા અથવા ઓછામાં ઓછા રૂા.25 ચુકવવા પડશે.આમ સેવીંગ્સ અને કરંટ એકાઉન્ટમાં દર મહિને રૂા.25 હજાર સુધીનો ઉપાડ ફ્રી થશે.આમ ખાતાધારક દર મહિને રૂા.10 હજાર જમા કરી શકશે જ્યારે તે ઉપરના વ્યવહારમાં પણ ઉપર મુજબના ચાર્જ લાગુ થશે.જોકે બેઝીક સેવીંગ્સ ખાતાધારકો માટે રોકડ જમા કરવાની લીમીટ નકકી કરાઈ નથી.આમ આ નવા નિયમો આગામી 1 એપ્રિલથી લાગુ થશે.