યુએસ H-1B વિઝા માટે રજીસ્ટ્રેશન આગામી 1 માર્ચથી શરૂ થશે જે 18 માર્ચ,2022 સુધી ચાલુ રહેશે.યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ સિસ્ટમે એક પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન અરજદારો અને પ્રતિનિધિઓ ઓનલાઇન H-1B નોંધણીનો ઉપયોગ કરીને તેમની રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.આ સિવાય પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે USCIS નાણાકીય વર્ષ 2023 માટે H-1B કેપ માટે સબમિટ કરવામાં આવેલ દરેક રજીસ્ટ્રેશન માટે કન્ફર્મેશન નંબર આપશે.જે નંબરનો ઉપયોગ માત્ર રજીસ્ટ્રેશનને ટ્રેક કરવા માટે કરવામાં આવશે.પરંતુ તેનો ઉપયોગ ઓનલાઇન સ્ટેટસ ટ્રેક કરવા માટે કરી શકાશે નહી.આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જો અમને પર્યાપ્ત નોંધણીઓ પ્રાપ્ત થશે તો સંભવિત અરજદારોને આગામી 18 માર્ચ સુધીમાં રેન્ડમલી પસંદ કરવામાં આવશે અને પસંદગીની સૂચનાઓ તેમના myUSCIS ઓનલાઇન એકાઉન્ટ દ્વારા 31 માર્ચ સુધીમાં મોકલવામાં આવશે.H-1B વિઝા એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે,જે યુએસ કંપનીઓને ચોક્કસ હોદ્દા પર વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved