આગામી મે મહિનામાં ઘણા નિયમોમાં ફેરફાર જોવા મળશે.જે ફેરફારોથી સામાન્ય નાગરિકના ખિસ્સા પર સીધી અસર પડી શકે તેમ છે.મે મહિનાની શરૂઆતથી વેપારીઓ માટે જીએસટીમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.જે નવા નિયમ મુજબ 100 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે 7 દિવસની અંદર ઇન્વોઇસ રજિસ્ટ્રેશન પોર્ટલ પર ટ્રાન્ઝેક્શનની રસીદ અપલોડ કરવી ફરજિયાત છે.જેમા જનરેશનની તારીખ અને ઇન્વોઇસ અપલોડ કરવા માટે આવી કોઈ મર્યાદા નથી.આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા એ સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે રોકાણકારો માત્ર કેવાયસી સાથે ઈ-વોલેટ દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે.આ નિયમ મે મહિનાની શરૂઆતથી અમલમાં આવશે.જે પછી રોકાણકારો કેવાયસી સાથે માત્ર ઈ-વોલેટ દ્વારા જ રોકાણ કરી શકે છે.આમ દર મહિનાની શરૂઆતમાં સરકાર એલપીજી,સીએનસી અને પીએનજીના નવા ભાવ જાહેર કરે છે.ત્યારે ગત મહિને સરકારે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ.91.50નો ઘટાડો કર્યો હતો.જે ઘટાડા બાદ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર રૂ.2,028 થઈ ગયો હતો.જ્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ સાથે સીએનજી અને પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે તેમ છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved