આઇપીએલની મેગા હરાજી આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવાની છે.જેમાં તમામ ટીમોએ રિટેન્શન પ્રક્રિયા પૂર્ણ કરી છે.ત્યારે હરાજીને ધ્યાનમાં રાખતા ફ્રેન્ચાઈઝીઓએ ખેલાડીઓને રિટેન કર્યા હતા.જ્યારે અમુક ફ્રેન્ચાઈઝીઓએ દિગ્ગજ ખેલાડીઓને રિલીઝ કર્યા હતા.આમ આ વખતે 2 નવી ટીમો પણ હરાજીમાં જોવા મળશે.આમ ટી-20માં ઓલરાઉન્ડરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની રહેશે.આમ ટી-20 વિશ્વકપની ફાઈનલમાં 77 રનની ઈનિંગ્સ રમી ટીમને ચેમ્પિયન બનાવી.બિગ બેશમાં 142.79ના સ્ટ્રાઈક રેટથી 347 રન કર્યા જેમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે.આમ સ્ટોક્સે આઇપીએલમાં ન રમવાનો નિર્ણય લેતા મિચેલ માર્શ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરમાં મોટું નામ માનવામાં આવે છે.એવામાં માર્શ પર ફ્રેન્ચાઈઝી સૌથી વધુ રકમ ખર્ચી શકે છે.માર્શ મોટી મેચનો ખેલાડી મનાય છે અને તે પોતાના દમ પર ટીમને જીતાડી શકે છે.આ સિવાય માર્શ એસ.આર.એચ,પૂણે વોરિયર્સ,રાઈઝિંગ પૂણે તરફથી રમી ચૂક્યો છે.આ સિવાય જેસન હોલ્ડર વર્તમાનમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટી-20ની સીરિઝમાં 15 વિકેટ ઝડપી ચૂક્યો છે.હોલ્ડર બોલિંગ અને બેટિંગ બંનેમાં ઉપયોગી સાબિત થઈ શકે છે.ઋષિ ધવન ડાબોડી સ્પિનર છે. શાકિબ ટી-20માં 400 વિકેટના ક્લબમાં સામેલ છે.તે આ સિદ્ધિ મેળવાનાર વિશ્વનો પાંચમો બોલર છે.જેનું શ્રેષ્ઠ પ્રદર્શન 6 રનમાં 6 વિકેટ લેવાનું છે.જે 5 વર્ષથી આઈપીએલ રમ્યો નથી.ભારતીય પિચો સ્પિનર્સને વધુ મદદરૂપ રહેશે.જેમાં લખનઉ અને અમદાવાદની નવી ફ્રેન્ચાઈઝ ટીમની નજર શાકિબ પર રહેશે.શાર્દુલ ઠાકુર ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર છે.જેણે આઈપીએલમાં 67 વિકેટ લીધી છે.તેણે ગત સિઝનમાં 21 વિકેટ ઝડપી ચેન્નાઈને ચોથીવાર ચેમ્પિયન બનાવ્યું હતું.ચેન્નાઈએ જાડેજા અને મોઈનને રિટેન કરી સ્પિન બોલિંગ મજબૂત રાખ્યું છે.ત્યારે ટીમ શાર્દુલ પર મોટી બોલી લગાવી ઝડપી બોલિંગને વધુ મજબૂત કરવા માગશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved