લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / આગામી 13 ફેબ્રુઆરીથી રણજી ટ્રોફી શરૂ થશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રણજી ટ્રોફી 2022ની તારીખોની જાહેરાત કરી છે.ત્યારે ગત વર્ષે કોરોના મહામારીના કારણે ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું નહોતું અને આ વર્ષે તેને 13 જાન્યુઆરીએ શરૂ કરવાની યોજના હતી.પરંતુ દેશમાં ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી તેને અમૂક સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.ત્યારે હવે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ છે કે રણજી ટ્રોફી 2022ની શરૂઆત આગામી 13 ફેબ્રુઆરીથી કરવામાં આવશે.આ સાથે જ તેમણે જણાવ્યુ હતું કે ટૂર્નામેન્ટના ફોર્મેટમાં કોઈ ફેરફાર નહીં થાય.જેમાં તમામ ટીમોને 5 ગ્રુપોમાં વહેંચી દેવામાં આવશે.દરેક ગ્રુપમાં 6 ટીમ હશે,જ્યારે પ્લેટ ગ્રુપમાં 8 ટીમો હશે.જે ટૂર્નામેન્ટ બે તબક્કામાં થશે.જેનો પ્રથમ તબક્કો એક મહીનાનો હશે,જે આઇ.પી.એલ 2022 પહેલા રમાશે,જ્યારે નોકઆઉટ મુકાબલો જૂનમાં રમાશે.આ સિવાય આગામી 27 માર્ચથી આઇ.પી.એલ 2022નું આયોજન થવાનું છે એવી સ્થિતિમાં રણજી ટ્રોફીની નોકઆઉટ સ્પર્ધાનું આયોજન જૂન અને જુલાઈમાં કરવામાં આવશે.