લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / આગામી 16 જૂનથી જ્વેલર્સ હોલમાર્ક ધરાવતું સોનું વેચી શકશે

આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે.જેમાં કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમયમર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી.જેમા 15 જૂન બાદ ઝવેરીઓને 14,18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની મંજૂરી મળશે.આમ ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે.જેમાં ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે અને હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટે જરૂરી નિયમ છે.જેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.આ સિવાય હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે.