બંગાળની ખાડીની લો-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના 47 પૈકી 35 તાલુકાઓમાં મેઘમહેર થઇ હતી. જેમાં સુઇગામમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ વાવ અને હારિજમાં 1.50 ઇંચ તેમજ થરાદ અને ભાભરમાં 1.25 અને કડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ વરસાદનો રાઉન્ડ આગામી 11 સપ્ટેમ્બર સુધી રહેશે. હવામાન વિભાગે 11 મીએ બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર સિસ્ટમ રચાઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે. જે સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે તો ઉત્તર ગુજરાતને વધુ એક વરસાદના રાઉન્ડનો લાભ મળશે. મહેસાણા જિલ્લાના કડીમાં 26 મીમી,બહુચરાજીમાં 12 મીમી,ઊંઝામાં 11 મીમી,વિસનગર,વડનગર અને ખેરાલુમાં 5-5 મીમી,મહેસાણામાં 3 મીમી, વિજાપુરમાં 2 મીમી વરસાડ પડ્યો હતો. બીજીતરફ દાંતીવાડા પંથકના ભાકોદર ગામે જીવંત વીજવાયર તૂટી પડતાં ગામના ખોડાભાઇ મશરૂભાઇ આલનું મોત થયું હતું. જ્યારે ધાનેરામાં વાવાઝોડાથી એક મોબાઇલ ટાવર ધરાશાયી થયો હતો.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved