લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 27મી એપ્રિલથી રાજયવ્યાપી યુથ-20 કાર્યક્રમ શરૂ કરવામા આવ્યો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 27મી એપ્રિલે અમદાવાદથી વાય-20 ગુજરાત સંવાદ કાર્યક્રમનો આરંભ કરાવશે.ત્યારે આ કાર્યક્રમમાં સક્રિયતાથી ભાગ લેવા ગાંધીનગરથી યુવક સેવા,સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ મોબાઈલ નંબર 84014 00400 જાહેર કર્યો છે.તેના પર મિસ્ડકોલ કરીને રજિસ્ટ્રેશન કરી શકાશે.આ ઉપરાંત વાય-20 ગુજરાત સંવાદ કાર્યક્રમના પોસ્ટરનુ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.ત્યારે રાજયના 5 લાખથી વધુ યુવાનોને જોડવામાં આવશે.ગુજરાત સરકાર દ્વારા રાજયના વધુને વધુ યુવાનો યુથ-20ના ગુજરાત સંવાદ કાર્યક્રમમાં જોડાય તે માટે આયોજનો કરવામાં આવ્યા છે.જેના થકી રાજયના યુવાનોને દેશ માટે જરૂરી મંતવ્યો આપી દેશના વિકાસમાં સહભાગી થવાનો મોકો મળશે.આ કાર્યક્રમ ઝોન મુજબ થશે.જેમાં સૌપ્રથમ દક્ષિણ ઝોન અને ત્યારબાદ તબકકાવાર મધ્ય ઝોન,ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.