લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી 3 જુલાઇના રોજ લેવાનારી જેઇઇ (એડવાન્સ)2021ની પરીક્ષા મોકૂફ કરાઇ

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી 3 જુલાઇના રોજ લેવાનાર જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.આ પરીક્ષાની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે.આમ એપ્રિલ મહિનામાં જેઇઇ (એડવાન્સ) માટેની ત્રણ સભ્યોની બનેલી કમિટીએ આઇ.આઇ.ટી ખડગપુરમાં એક બેઠક યોજી હતી.જે બેઠકમાં પરીક્ષા લેવી કે નહીં તે અંગેની વિચારણા કરવામાં આવી હતી.આમ આ બેઠકમાં વધુ જણાવવામાં આવ્યું હતું કે જેઇઇ(એડવાન્સ)ની પરીક્ષાની તારીખ બદલવી પડશે કારણ કે જેઇઇ(મેઇન) પરીક્ષા લેવા અંગેની અનિશ્ચિતતા હજુ યથાવત છે અને જેઇઇ(એડવાન્સ)ની પ્રક્રિયા શરૂ કરવા માટે જેઇઇ(મેઇન) પરીક્ષાના પરિણામની જરૂર પડે છે.જેના કારણે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે પરીક્ષાની તારીખ અંગે તે જેઇઇ એડવાન્સની વેબસાઇટ જોતા રહે.