લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 3 મે સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ

વેસ્ટર્ન ભરઉનાળે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેરઠેર કમોસમી વરસાદને કારણે અષાઢી માહોલ સર્જાયો છે.ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર,કચ્છ,મધ્યમ ગુજરાત સહિતની જગ્યાએ વરસાદની આગાહી કરી છે.ત્યારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પોતાના ગામના ખેતમજૂરોને પરત ફરવું પડ્યું છે.એપ્રિલમાં પડતી ગરમીને લઈને કેરી પાકતી હોય છે પરંતુ સતત માવઠા અને ઠંડા વાતાવરણ અને છેલ્લા બે દિવસથી વરસાદના પગલે કુદરતી રીતે અથવા તો કાર્બન કે પડીકી નાખીને પકવવામાં આવતી કેરી પાકવી મુશ્કેલ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.આ સિવાય રાજ્યના સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અમરેલી,ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના જોવા મળી છે.આ સાથે 40 કિ.મી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન સાથે વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામા આવી છે.