લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આગામી 30 એપ્રિલે વિશ્વ વિખ્યાત ભજનિક હેમંત ચૌહાણનુ સન્માન કરાશે

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભજનિક હેમંત ચૌહાણને તાજેતરમાં કેન્દ્ર સરકારે પદ્મશ્રી સન્માનથી નવાજવાની જાહેરાત કરી છે.જેમના 8500 જેટલાં ભજનો રેકોર્ડ કરેલા છે આ સિવાય હજાર જેટલા ભજનો લાઈવ ગાયા છે.જેમને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટ્ય અકાદમીનો નેશનલ એવોર્ડ,ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હીનુ એ’ટોપ ગ્રેડ સન્માન, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ,સંગીત ભૂષણ એવોર્ડ (બ્રિટન પાર્લામેન્ટ),ગુજરાત ગૌરવ પુરસ્કાર,ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર રાજકોટ દ્વારા હેમુ ગઢવી એવોર્ડ,મોરારિબાપુ દ્વારા સંતવાણી એવોર્ડ સહિતના અસંખ્ય સન્માન તેમને પારિતોષિક મળ્યા છે.ત્યારે આગામી 30 એપ્રિલે કાલાવડ રોડ ખાતે આવેલી વીવીપી એન્જિનિયરિંગ કોલેજના ઓડિટોરીયમાં સાંજે 4.00 થી 6.00 દરમિયાન મોરારિબાપુ,પદ્મશ્રી ભીખુદાન ગઢવી,પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ,પદ્મશ્રી પ્રહલાદસિંહ ટીપણીયા(મધ્યપ્રદેશ),કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા,ધીરૂભાઈ સરવૈયા,સાંઈરામ દવે સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સન્માન સમિતિ દ્વારા હેમંત ચૌહાણનું વિશિષ્ટ સન્માન થશે.