રિઝર્વ બેન્કની મોનીટરી પોલીસી કમીટીની મીટીંગ આગામી 3 થી 6 એપ્રિલ દરમ્યાન મળશે.જેમાં નવા નાણાકીય વર્ષમાં એમપીસીની મીટીંગ યોજાશે.બીજીતરફ વર્તમાનમાં આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડની મીટીંગ મળી હતી.જેમાં વૈશ્વિક તેમજ સ્થાનિક આર્થિક પરિસ્થિતિ અને ઉભા થયેલા પડકારો અંગે સમીક્ષા થઈ હતી.ત્યારે આ સમયે નવા નાણાકીય વર્ષ માટેનું તેનું શિડયુલ જાહેર કર્યું હતું જે મુજબ 2023-24માં એમપીસીની 6 મીટીંગ મળશે,જે પૈકી સૌ પ્રથમ મીટીંગ 3 એપ્રિલ, 5 એપ્રિલ અને 6 એપ્રિલ એમ ત્રણ દિવસ યોજાશે.ત્યારપછીની મીટીંગ આગામી 6 થી 8 જુન દરમ્યાન મળશે.જ્યારે આરબીઆઈની એમપીસીની ત્રીજી મીટીંગ આગામી 8 થી 10 ઓગસ્ટે મળશે,ચોથી મીટીંગ આગામી 4 થી 6 ઓકટોબર દરમ્યાન અને પાંચમી મીટીંગ આગામી 6 થી 8 ડીસેમ્બરે મળશે.છઠ્ઠ્ઠી અને છેલ્લી મીટીંગ આગામી 6 થી 8 ફેબ્રુઆરી 2024 દરમ્યાન મળશે.જે આરબીઆઈની એમપીસીના અધ્યક્ષપદે ગર્વનર હોય છે તે સિવાય તેમાં સેન્ટ્રલ બેન્કના બે પ્રતિનિધિ હોય છે એ ત્રણ એકસટર્નલ મેમ્બર્સ હોય છે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved