લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / ડાકોરમાં આરતીના સમયે શ્રદ્ધાળુઓને દર્શન માટે પ્રવેશ આપવામાં આવશે

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર જતા ભકતજનોને વિવિધ આરતીઓના સમય દરમિયાન પ્રવેશ આપી શકાશે. તેમજ ભકતો પ્રવેશ કરીને આરતીમાં ભાગ લઇ શકશે. આ અંગેનો નિર્ણય ડાકોર મંદિર કમિટી દ્વારા લેવામાં આવ્યો છે. આમ છેલ્લા કેટલાય સમયથી આરતીના સમયે ભકતોને પ્રવેશ આપવાનો બંધ કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમા કોરોનાના કેસોમા ઘટાડો થઇ રહ્યો છે ત્યારે મંદિર કમિટી દ્વારા પ્રવેશ આપવાની મંજૂરી આપતો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ભકતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.