Error: Server configuration issue
કોરોનાની બીજી લહેર બાદ મહેસાણા પોસ્ટઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં કામગીરી શરૂ કરવામાં આવતા પાસપોર્ટ કઢાવવા માટે ધસારો વધી રહ્યો છે.જેને લઇ 3 દિવસ સુધી ઓનલાઇન એપોઇન્ટમેન્ટમાં વેઇટિંગ જોવાં મળતા લોકોને તા.21મીની એપોઇન્ટમેન્ટ મળી રહી છે.આમ રોજ 40 લોકોને મળતી એપોઇન્ટમેન્ટ આગામી બુધવારથી વધારીને 80 કરાશે.આમ દોઢ મહિના પછી મહેસાણા પોસ્ટઓફિસ સ્થિત પાસપોર્ટ સેવાકેન્દ્ર 8 જૂનથી પુન: ખુલ્યું છે.જેમાં રોજ 40 અરજદારોને ઓનલાઇન એપોઇન્ટમેન્ટના સમય મુજબ કેન્દ્રમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન લેવાઇ રહ્યા છે.જેમાં સવારે 9 થી બપોરે 3 સુધી કાર્યરત કેન્દ્રમાં વર્તમાન સમયમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન,અપલોડ,અરજદારનો કોમ્પ્યુટરબેઝ ફોટો,ફિંગરપ્રિન્ટ લેવાની કામગીરીમાં 2 કર્મચારીઓ હોઇ એક અરજદાર પાછળ 15 મિનિટ નીકળી જાય છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved