લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / આગામી શૈક્ષણિક વર્ષે આગામી 12 જૂનથી સ્કૂલ-કોલેજો શરૂ થશે

મહારાષ્ટ્ર રાજ્યના સ્કૂલ શિક્ષણ વિભાગે આગામી જૂનથી શરૂ થનારા શૈક્ષણિક વર્ષ 2023-24ની સૂચના જાહેર કરી છે.જેમા આ વર્ષે રાજ્યની સ્કૂલોને આગામી 2 મેથી 11 જૂન સુધી ઉનાળુ સત્રનું વેકેશન રહેશે.જ્યારે આગામી 12 જૂનથી શાળાઓ શરૂ થશે તો વિદર્ભના વાતાવરણને ધ્યાનમાં લેતાં ઉનાળાના વેકેશન બાદ વિદર્ભની સ્કૂલો આગામી 26મી જૂનથી શરૂ થશે.જેમા ધો.1 થી 9 અને ધો.11નું વાર્ષિક રીઝલ્ટ આગામી ૩૦ એપ્રિલ સુધીમાં અથવા ત્યારબાદ રજાના સમયમાં જાહેર કરવાનુ કહેવામા આવ્યું છે પણ જો રજાના સમયમાં રીઝલ્ટ જાહેર થાય તો તે વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી સ્કૂલોની રહેશે.