લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / આજથી આગામી ચાર માસ સુધી ગીરમાં સિંહદર્શન બંધ કરાયા

એશીયાટીક ગીરના સિંહ માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે.જે વિશ્વવિખ્યાત છે.આ સિંહોના દર્શન માટે દેશ વિદેશમાંથી પ્રવાસીઓ,સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.ત્યારે તેને માણવું એ જીવનનો એક લ્હાવો છે.આમ દર ચોમાસામાં ચાર માસ સિંહદર્શન બંધ કરી દેવામાં આવે છે.ત્યારે 15 જુનથી 15 ઓકટોબર સુધી સિંહદર્શન માટે વેકેશન રાખવામાં આવે છે.ત્યારબાદ ફરી સિંહદર્શન ખુલ્લુ મુકવામાં આવે છે.આ સિવાય કોરોનાકાળના કારણે 2 મેથી સાસણનું નેશનલ પાર્ક તેમજ જુનાગઢ સફારી પાર્ક બંધ હોવાથી સિંહદર્શન બંધ રહ્યા છે.