લિંક કોપી થઇ ગઈ છે..
Home / પ્રાદેશીક / આગામી લોકસભાની ચુંટણીને ધ્યાનમા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

આગામી લોકસભા ની ચુંટણી ને અનુલક્ષીને વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચુટણી લક્ષી કામગીરી તેજ બનાવવામાં આવી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત યુવા જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.જે અંતર્ગત સિધ્ધપુર તાલુકાના ખળી ગામે પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન વિજયભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા સભ્ય નોંધણી કરી વધુ મા વધુ યુવા મતદારો ને ભારતીય જનતા પાર્ટીમા જોડી ભારતીય જનતાપાર્ટી ને મજબૂત બનાવી રહ્યા છે. અનુસુચિત જાતિ મોરચા દ્વારા હાથ ધરવામાં આવેલ યુવા મતદારો ની નોધણી કામગીરી ને ભારતીય જનતાપાર્ટી ના આગેવાનો એ સરાહનીય લેખાવી હતી.